/connect-gujarat/media/post_banners/a007e4e96b21585cd1af1dd786d3b3d492764fc4dbdf032f66bab45fdf987e3a.jpg)
ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઇમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ-ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના સહયોગથી "પર્યાવરણ માટે જીવનશૈલી" વિષય પર જાગૃતિ કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઇમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ-ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના સહયોગથી "પર્યાવરણ માટે જીવનશૈલી" પર જાગૃતિ કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધા યોજાય હતી. જેમાં 90 જેટલા વિદ્યાર્થી, શિક્ષકો અને નાગરિકોએ ભાગ લીધો હતો. જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભરૂચના ચેરમેન અશોક બારોટ, અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા, ચેરમેન કીર્તિ જોશી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે હેમંતકુમાર જોશીએ ઓડિયો-વિડીયો અને પ્રેઝન્ટેશન મારફતે પાણી બચાવો, વીજળી બચાવો, ઇ-વેસ્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાનો અનુરોધ, ખોરાક પ્રત્યે સંવેદના જેવા વિષયો પર તમાને માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.