/connect-gujarat/media/post_banners/4ed8cefb6efd2b092e8644f13971a85740ed2ffe65c39ace1f0eceef4aeb6c7a.jpg)
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણીક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરેથી ફરસરામી દરજી સમાજ દ્વારા પરંપરાગત પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના કાળના કપરા 2 વર્ષ બાદ પુનઃ એક વાર ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરેથી પાલખી યાત્રા નીકળી હતી. આ પાલખી યાત્રા રિલાયન્સ મોલથી કલામંદિર જ્વેલર્સ થઇને નિલકંઠ નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોચી હતી, જ્યાં ભજન-સત્સંગ, ધૂન તેમજ આરતી કરી શ્રદ્ધાળુઓએ પરત નિલકંઠ મહાદેવ મંદિરે પહોચી પાલખી યાત્રાનું સમાપન કર્યું હતું. આ સાથે જ બપોર બાદ શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.