Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાય, 24 વાહન ચાલકો દંડાયા...

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે

X

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે, ત્યારે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટરની ઉપસ્થિતિમાં આમોદ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં બેફામ વાહન હંકારતા વાહન ચાલકો સહિત ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટરની ઉપસ્થિતિમાં આમોદ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગણના 13 વાહનો, હેલ્મેટ વગર મોટરસાઇકલ હંકારતા 6 ચાલકો તેમજ લાઇસન્સ વિના વાહન હંકારનાર 5 ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યાવહી હાથ ધરી હતી. પોલીસે 9,400 રૂપિયાનો દંડ પણ વસુલ કર્યો હતો. આડેધડ વાહનો પાર્ક કરનાર વાહન ચાલકોને પણ પોલીસે સૂચના આપી રસ્તામાં અવરોધરૂપ વાહન પાર્ક કરનાર લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ, આમોદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવને લઇ નિયમોને નેવે મુકી વાહન હંકારનાર અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story