ભરૂચ: હરસિઘ્ધિ કો, કેડિટ સોસાયટી દ્વારા બચતનું મહત્વ અને સ્વ-સહાય જુથની સક્રિય ભૂમિકાના તાલીમ વર્ગનું કરવામાં આવ્યું આયોજન

હરસિઘ્ધિ કો, કેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની બચતનું મહત્વ અને સ્વ-સહાય જુથની સક્રિય ભૂમિકાની તાલીમ સંપન્ન..

New Update
ભરૂચ: હરસિઘ્ધિ કો, કેડિટ સોસાયટી દ્વારા બચતનું મહત્વ અને સ્વ-સહાય જુથની સક્રિય ભૂમિકાના તાલીમ વર્ગનું કરવામાં આવ્યું આયોજન

હરસિઘ્ધિ કો, કેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની બચતનું મહત્વ અને સ્વ-સહાય જુથની સક્રિય ભૂમિકાની તાલીમ સંપન્ન...હરસિધ્ધિ કો.ઑ.ક્રેડિટ સોસાયટી લી. કસક, ભરૂચની ગત તા. 26 ઓગસ્ટ 2023નાં રોજ ગૌપાલક મંડળ હૉલ ભરૂચ ખાતે સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાંસિઆની અધ્યક્ષતામાં ભરૂચની સ્લમ વિસ્તારની મહિલા સ્વ સહાય જૂથના પ્રમુખ મંત્રીની બચતનું મહત્વ અને પ્રમુખ મંત્રીની જૂથમાં ભૂમિકા વિષય ઉપર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ખુમાનસિંહ વાંસિઆએ બહેનોની મોટી સંખ્યામાં હાજરી તેમજ તેઓની તાલીમ લેવાની ઉત્સુક્તા અને સંસ્થા પ્રત્યેની પ્રમાણિક્તાને બિરદાવી હતી. સાથે સરકારશ્રીની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા સંસ્થાએ છત્રીસ જૂથના 360 સભ્યોને 36 લાખનું ધિરાણ કરેલ હોય જેની 100 ટકા રિકવરી કરવા બદલ કાર્યકરો અને સભ્યોને શાબાશી આપી હતી. સાથે આગામી વર્ષ 2025 માં સંસ્થાના 25 વર્ષની ઉજવણી પ્રસંગે ભરૂચ નો 100 ટકા સ્લમ વિસ્તાર આવરી લેવાનું જણાવ્યું હતું અને વધારેમાં વધારે જુથ બનાવી જરૂરિયાતમંદ વધારે લોકોને સંસ્થા ધ્વારા મદદરૂપ થવા માટેની જાહેરાત પણ કરી હતી. સંસ્થા ધ્વારા હાલમાં એ અને બી ગ્રૂપના થઈને 69 જેટલા મંડળો, 492 જેટલા સભ્યો અને 48,35,605/- જેટલી મોટી રકમ સંસ્થામાં જૂથના સભ્યો ધરાવે છે ત્યારે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

તાલીમનો મુખ્ય વિષય બચતનું મહત્વ છે તેના ઉપર બિરલા ગ્રાસીમના હેમરાજભાઈ પટેલે ગરીબીના વિષચક્રથી છૂટવાની વિગતવાર ચર્ચા ચાર્ટ પેપર ઉપર સમજાવી હતી. જૂથમાં પ્રમુખમંત્રીની ભૂમિકા અને તેઓ કેવા હોવા જોઈએ તેના અંગે જાણકારી આપી હતી.

મહિલાઓને વિષચક્રમાંથી બહાર નીકળવા વ્યશન અને ફેશનથી દૂર રહેવા, ખોટા ખર્ચા ન કરવા અને સામાજીક પ્રસંગો કરકસરથી કરવા ભાર મૂક્યો હતો, તેમજ બચત કરી ગરીબીથી બહાર નીકળવાની વાત કરી હતી.

Latest Stories