ભરૂચ : નંદેલાવ ગામ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરાયું...

ભરૂચ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન નંદેલાવ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : નંદેલાવ ગામ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરાયું...

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયત અને ભરૂચ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન નંદેલાવ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સક્રિય સભ્ય અને નંદેલાવ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પ્રકાશ મેકવાન અને પી.આર.ઓ. જગદીશ સેડાલાના પ્રયાસથી પર્યાવરણ જાળવણીના હેતુ સાથે ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયત નજીક આવેલ તળાવ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકાબેન, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાચ્છાણી, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, રહાડપોરના આગેવાન ફરીદ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો-સભ્યો સામાજિક આગેવાનો, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ તળાવની પાળે વૃક્ષારોપણ કરી તેના જતન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Latest Stories