આઝાદીના અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી
K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરી દ્વારા ઉજવણી કરાય
ગ્રંથપાલ દ્વારા આકર્ષક બૂકમાર્ક તૈયાર કરાયા
ભરૂચની કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં આઝાદીકા અમ્રુત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર દ્વારા બૂકમાર્ક બનાવવામાં આવ્યા જેના પર સ્યાહી પેનથી સુંદર ચિત્રાંકન કરવામાં આવ્યું છે. જે આઝાદીકા અમ્રુત મહોત્સવ અને નેશનલ લાયબેરી દિવસને સમર્પિત કરવામાં આવ્યા છે.બુકમાર્કએ પુસ્તકોમાં મૂકવામાં આવે છે તેનાથી વાચકોને પુસ્તકોના પેજ વાળવા પડતાં નથી. જેનો ફાયદો એ પણ છે કે, પુસ્તકોનું સૌંદય જે પાનાં વાળવાથી ખરાબ થાય છે તે થતું નથી અને પુસ્તકનું આયુષ્ય લાબુ થાય છે.
આજે લાયબ્રેરી સાયન્સના પિતામહ ગણાતા એસ.આર રંગનાથનનો જન્મ દિવસ પણ છે. એસ.આર.રંગનાથન કે જેઓ એક લાયબ્રેરીયન હતા અને તેઓએ લાયબ્રેરીના ઉપયોગને વધુ સરળ બનાવવા માટે અનેક સંશોધન કર્યા હતા.પુસ્તકોની સાચવણી પણ એક ઉત્તમ સેવા છે જેના ભાગરૂપે આ બુકમાર્ક બનાવવામાં આવ્યા છે.