Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમ આદમી પાર્ટીના કાર્યકરો શક્તિનાથ સર્કલ પર રમ્યા ગરબા,જુઓ કેમ કર્યું અનોખુ વિરોધ પ્રદર્શન

ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

X

ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં પરંપરાગત નવરાત્રી પર્વનો ઉત્સવ ઘણા ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે.ગુજરાતનો નવરાત્રી ઉત્સવ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગરબાના સિઝન પાસ પર 18 ટકા GST લાદ્યો છે તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે જેના કારણે ગુજરાતભરમાં વિરોધ સાથે આક્રોશ જોતા આમઆદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારને આ મુદ્દે ઘેરવાના પ્રયાસોના ભાગરૂપે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના શક્તિનાથ સર્કલ પર આપના કાર્યકરો દ્વારા ગરબા રમી સરકારની નીતિઓનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ ઊર્મિ બેન પટેલ, ગોપાલ રાણા, પિયુષ પટેલ,આકાશ મોદી, અભિલાષ ગોહિલ સહિતના કાર્યકરો જોડાયા હતા

Next Story