ભરૂચ : AAPના આગેવાનોની ED દ્વારા ખોટી રીતે થતી ધરપકડના આક્ષેપ સાથે AAPના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ...

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા બાદ વધુ એક નેતા સંજય સિંઘની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી

New Update
ભરૂચ : AAPના આગેવાનોની ED દ્વારા ખોટી રીતે થતી ધરપકડના આક્ષેપ સાથે AAPના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ...

APના આગેવાનોની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડના આક્ષેપ

આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

વિવિધ સૂત્રોચ્ચાર સહિતના બેનરો લઈ ઉગ્ર નારા લગાવ્યા

આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા બાદ વધુ એક નેતા સંજય સિંઘની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જેના પગલે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનરો લઈ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ઇડી દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના આક્ષેપ સાથે આપના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવી નારા લગાવ્યા હતા.

Latest Stories