રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચ વહીવટી તંત્ર એક્શનમાં, ગેમઝોન-ફન પાર્ક સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી...

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચ વહીવટી તંત્ર એક્શનમાં, ગેમઝોન-ફન પાર્ક સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી...
New Update

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હૈયા હચમચાવતી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ઠેર ઠેર વહીવટી તંત્ર સાબદું થયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ શોપિંગ મોલ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓના આદેશ મળ્યા છે.

ભરૂચ પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને સાથે રાખી ગેમઝોન, ફન પાર્ક સહિત એમ્યુઝમેન્ટ પાર્કની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ તેમજ પરવાનગી લાઇસન્સ સહિતની ચકાસણી હાથ ધરવા સાથે રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં જે તે ગેમઝોન, ફન પાર્ક સહિત એમ્યુઝમેન્ટ પાર્કને બંધ રાખવા તાકીદ કરવામાં આવી હતી.

#Bharuch administration #Rajkot fire #investigation #Gamezone-Fun Park
Here are a few more articles:
Read the Next Article