ભરૂચ : AHPએ કરી અખંડ ભારત દિવસની ઉજવણી, વિવિધ સ્થળોએ રેલી

અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ભરૂચમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરાય હતી.

New Update
ભરૂચ : AHPએ કરી અખંડ ભારત દિવસની ઉજવણી, વિવિધ સ્થળોએ રેલી

સ્વાતંત્ર દિવસના પુર્વ દિને અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ભરૂચમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરાય હતી.

તારીખ 14 મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલાં પડયાં હતાં. આ દિવસને આજે 75 વર્ષ પુર્ણ થયાં હોવાથી અખંડ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના ઉપક્રમે કાર્યક્રમ આયોજીત કરાયો હતો. ખાસ કરીને સમૃદ્ધ ભારત અને ભયમુક્ત ભારત અને અખંડ ભારતની રચનાના આદેશથી ડો. પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. ભરૂચની વાત કરવામાં આવે તો શક્તિસ્તંભ, નર્મદા મૈયા બ્રિજ નીચે અને શક્તિનાથ ખાતે હાથમાં બેનર અને પોસ્ટરો લઈ અને રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરો જોડાયાં હતાં.

Latest Stories