ભરૂચ:નેત્રંગ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો,કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

નેત્રંગ ખાતે આવેલાં જીન કંપાઉન્ડ ખાતે અધિક નિવાસી કલેકટર એન. આર. ધાધલએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું

ભરૂચ:નેત્રંગ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો,કાર્યક્રમનું રિહર્સલ યોજાયું
New Update

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજરોજ અધિક નિવાસી કલેકટર એન. આર. ધાધલની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલાં જીન કંપાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું. જેમાં લાઈઝનીગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, ડોગ શો, તેમજ નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું અધિક નિવાસી કલેકટર એન. આર. ધાધલએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.સ્થળ પર જ મીટિંગ યોજી સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કરી વિવિઘ સૂચનો આપ્યા હતા.

#Netrang #Netrang News #ConnectFGujarat #પ્રજાસત્તાક #પ્રજાસત્તાક દિવસ #પ્રજાસત્તાક પર્વની ઉજવણી #January 26 #26th January 2024
Here are a few more articles:
Read the Next Article