ભરૂચ : તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...

ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલ અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમ ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. “મેરી માટી, મેરા દેશ અભિયાન” અંતર્ગત ગ્રામ્યકક્ષાએથી આવેલ અમૃત કળશ એકત્રીકરણ તાલુકા કક્ષાના કાર્યક્રમ ભરૂચ તાલુકા પંચાયત કચેરી યોજાયો હતો. જેમાં ભરૂચ તાલુકાના વિવિધ ગામમાંથી ગ્રામજનો દ્વારા અપાયેલ માટીને વંદન કરી મહાનુભવો દ્વારા અમૃત કળશ એકત્રીતકરણ સાથે પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એકત્રિત કરાયેલ તમામ અમૃત કળશ આગામી દિવસોમાં દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડીયા સહિત અન્ય સભ્યો અને વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories