Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જમીનમાં રૂપિયા 45 લાખ દાટી દઈ આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યુ,જુઓ પોલીસે કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલ્યો

ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે.

X

ભરૂચ અંકલેશ્વર માર્ગ પર રૂ.45 લાખના બનાવમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો હોવાનો સામે આવ્યુ છે. આંગડિયા પેઢીના કર્મચારીએ દેવુ વધી જતા લૂંટનું તરકટ રચ્યુ હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. બે બાઈક ઉપર આવેલા 4 લૂંટારુઓએ ભરત પટેલ નામના આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી ચપ્પુની અણીએ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હોવાની ભરત પટેલે પોલીસને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મામલાની તપાસ દરમ્યાન ભરત પટેલની આંખમાં મરચું ગયું ન હોવા સાથે આખા રૂટના સીસીટીવીમાં વર્ણન અનુસારના લૂંટારુ નજરે ન પડતા શંકાની સોયા ફરિયાદી ઉપર વળી હતી જેની ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.ગુનાના આરોપીએ ગાર્ડન સીટીમાં મકાન ખરીદેલ છે જે મકાનની લોન ચુકવવાની બાકી હોય તેમજ આ કામના આરોપીએ તેમના ઓળખીતા મિત્રના સ્ક્રેપના ધંધામાં ૪૦ લાખનું રોકાણ કરેલ હોય જે રોકાણ કરેલ પૈસા ધંધામાં ડુબી જતા ભરત પટેલ છેલ્લા ત્રણેક મહીનાથી ખુબ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. પૈસાની તકલીફ દૂર કરવા લૂંટનું કાવતરું ઘડી દોડધામ કરી મૂકી હતી.ભરતે નજીકની જમીનમાં ખાડો કરી પૈસા દાટી દીધેલ તથા પોતાની પાસે રહેલ મોબાઇલ રસ્તાની નજીક પાણી ભરેલ ખાડીમાં નાખી દઈ આંગડીયા પેઢીની ઓફીસ દ્વારા પૈસા સાથે રાખવામાં આવતું જી.પી.એસ. ટ્રેકર પણ ઝાડીમાં ફેંકી દીધું હતું. આજે સવારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથધરી ખાડીમાં ૨૫ થી ૩૦ માણસો દ્વારા શોધખોળ કરતાં જી.પી.એસ. ટ્રેકર તથા આરોપીનો મોબાઇલ મળી આવેલ છે જેથી આરોપીને પકડી આગળની કાયદેસર કાર્યવાહી અંકલેશ્વર શહેર બી” પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી.

Next Story