Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મહિલા સશકિતકરણ માટે પ્રેરણારૂપ,એક મહિલાએ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ

પીઆઈ ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયા દ્વારા તાલુકાના 59 ગામોમાં મહિલાઓના સ્વસહાય જૂથની ત્રણ હજારથી વધુ મહિલાઓ આર્થિક ઉર્પાજન કરી પગભર થઈ પરિવારનું ગુજરાન ચલાવી રહી છે

X

ભરૂચના જંબુસર તાલુકાનું રૂનાડ ગામ મહિલા સશકિતકરણ માટે પ્રેરણારૂપ બન્યું છે જેમાં એક મહિલાએ અન્ય મહિલાઓને પગભર બનાવવાનું બીડુ ઉપાડયુ છે ભરૂચના જંબુસર તાલુકાનું રુનાડ ગામ સ્ત્રી સશક્તિકરણ માટે જાણીતું બન્યું છે.જેના લક્ષ્મીબેન પરમાર આત્મનિર્ભર બની અન્ય 300થી વધુ મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે.જંબુસર પંથકમાં પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રામ્યવિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ સક્રિય છે..

પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જંબુસરના વિવિધ ગામોમાં મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયા દ્વારા તાલુકાના 59 ગામોમાં મહિલાઓના સ્વસહાય જૂથની ત્રણ હજારથી વધુ મહિલાઓ આર્થિક ઉર્પાજન કરી પગભર થઈ પરિવારનું ગુજરાન ચલાવી રહી હોવાનું પ્રોજેક્ટના કિરણભાઈ વાઘેલાએ જણાવી તે અંગે માહિતી આપી હતી.આ પ્રોજેક્ટ હેઠળ રુનાડ ગામના લક્ષ્મીબેને ત્રણ વર્ષ પહેલાં સિલાઈ કામ શીખ્યા હતા.મહિલાઓને સિલાઈ કામ શીખવાડવા સાથે ગામે ગામ ફરી સાડી અને ડ્રેસ પણ વેચે છે..

તેઓ સાત ગામોમાં મહિલાઓને સિલાઇ કામ શીખવાડી 300 થી વધુ મહિલાઓને તેઓએ પગભર કર્યા છે તે બાદ તેઓએ સાડી વેચવાનું પણ શરૂ કર્યું.જે માટે ગામોના સેન્ટરો પર મહિલાઓ સુધી પહોંચવા પડતી મુશ્કેલીને નાથવા પતિ હરેશભાઈની મદદથી કાર ચલાવતા પણ શીખી લીધું અને હવે તેમાંજ જાતે ડ્રાઈવિંગ કરી તેઓ ગામેગામ જાય છે.તેઓ મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા હમેશા ખડે પગે રહે છે. આત્મનિર્ભર થઈ રહેલા સ્વસહાય જૂથના રમીલા બેન તેમજ અહી તાલીમ લેતી બહેનો પણ આ તાલીમથી તેઓના જીવનમાં આજે નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને તેઓના પરિવારનું ગુજરાન કરવા સહયોગી બની રહ્યાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે..

Next Story