ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો શિક્ષક દિવસ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગજેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત.

New Update
ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે વ્યવસાયે શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પણ આ દિવસને અત્યંત શિક્ષણ પ્રત્યેના સન્માનભેર ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ ઉપરાંત અંકલેશ્વર નગર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના પ્રમુખ કિંજલ ચૌહાણ, ખરોડ બી.એડ કોલેજના પ્રોફેસર ડો. ઈન્તેખાબ અંસારી અને સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજનું એક એવું અભિન્ન અંગ છે જે સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને વંદન અને એક સ્વસ્થ, સુશિક્ષિત અને પ્રગતિકારક પેઢીને સુસંસ્કૃત કરનાર શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું.

Latest Stories