Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અસામાજિક શખ્સે પશુપતિનાથ મંદિરને આગ ચાંપતા હિન્દુ સમાજમાં ઉકળતો ચરુ...

X

નવચોકી વિસ્તારમાં આવેલું છે હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર

પશુપતિનાથ મંદિરે અસામાજિક શખ્સે લગાડી હતી આગ

સમગ્ર મામલે હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો

રેલી યોજી કલેક્ટર કચેરી આપવામાં આવ્યું આવેદન પત્ર

કટ્ટર અસમાજિક તત્વને વહેલી તકે ઝડપી લેવા ઉગ્ર માંગ

ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક શખ્સ દ્વારા આગ લગાડવા બાબત તેમજ "ગુસ્તાખે પીર કી સજા, સર તનસે જુદા, સર તનસે જુદા લખેલી” પત્રિકાઓ ફેકવાના બાનાવમાં સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે. જે સંદર્ભમાં ભરૂચ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી હતી.

જોકે, શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળેલ છે, ત્યારથી ભરૂચના આ નિષ્ક્રિય વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલા હોય તેવી હકારાત્મક સ્થિતિનું સર્જન થયું છે. જેનાથી કેટલાક કટ્ટર લોકોમાં નિરાશા જન્મેલી છે. જેના કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે. અગાઉ પણ જુદા જુદા લોકો આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ કે, મજાર હોવાની અફવાઓ ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર પર કબજો જમાવવાનો કે, તેને અન્ય ધર્મના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વો રેકી કરે પણ છે. આ સાથે જ મુક્તાનંદ સ્વામીના જીવને જોખમ હોય જેઓને સુરક્ષાકર્મીઓ મારફતે કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે, તેમજ નવ ચોકી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કાયમી પોલીસ ચોકી મુકવામાં આવે તેમજ તંત્ર દ્વારા CCTV કેમેરા મુકવામાં આવે, જેથી આવા પ્રકારના કટ્ટર અસામાજિક તત્વોને ઝબ્બે કરી શકાય. તેવા સંજોગોમાં આવા ષડયંત્ર સંદર્ભે રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા ભરૂચ પોલીસને મદદરૂપ થવા CBI કે, NIA જેવી એજન્સીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માગ કરી હતી.

Next Story