Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મનુબર ચોકડી નજીક થતાં અકસ્માતોને નિવારવા યુવક કોંગ્રેસનું SP કચેરી ખાતે આવેદન...

ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે,

X

ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આ અકસ્માતોને નિવારવા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મનુબર ચોકડી નજીક વારંવાર અકસ્માતો સર્જાવવાના બનાવો બને છે. જેમાં અગાઉ અનેક નિર્દોષો અને માસુમ બાળકોના મોત નિપજ્યાં છે. મનુબર ચોકડી જાણે મોતની ચોકડી બની ગઈ હોય તેમ સ્થાનિકો માની રહ્યા છે. ગઈ કાલે રાત્રીના પણ આ ચોકડી પર ગોઝારા અકસ્માતમાં વધુ એક પરિવારના વ્યક્તિનો ભોગ લેવાયો છે. ભરૂચ–દહેજ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉપર મનુબર ચોકડી મહત્વનો પોઈન્ટ છે. મનુબર ચોકડીની આજુબાજુમાં જ મુન્શી સ્કુલ, મુન્શી આઈ.ટી.આઈ., ઇકરા સ્કુલ, વી.સી.ટી. ગર્લ્સ સ્કુલ જેવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. આ રોડ 24 કલાક મહાકાય વાહનોથી ધમધમતો હોવા છતાં ટ્રાફિક સિગ્નલ અને હાઈમાસ્ટ લાઈટનો અભાવ હોવાથી આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અહી થતાં અકસ્માતોના બનાવો નિયંત્રણમાં લેવાત તે માટે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકીલ અક્કુજી, યુવા નેતા શેરખાન પઠાણ અને સહકારી અગેવાન સંદીપ માંગરોલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story