ભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં

ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો

New Update
ભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમના ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમે તાજેતરમાં ડ્રાયવર કક્ષાના 2,200 જેટલા કર્મચારીઓની ભરતી કરી છે. નિગમમાં પસંદગી પામેલાં ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો.. જેમાં માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી સહિતના મહેમાનોના હસ્તે ભરૂચ ડિવિઝનના 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો એનાયત કરાયાં .

રાજ્ય કક્ષાના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૧થી દર વર્ષે નિગમમાં ડ્રાઇવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડ્રાઇવર કક્ષામાં ર૨૦૦ કર્મચારીઓની નવી નિમણૂંક કરવામાં આવેલી છે. જે પૈકી ભરૂચ વિભાગને ૨૯૦ ડ્રાઇવરોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો. અંક્લેશ્વર જી.આઇ.ડી.સી., હાંસોટ, જંબુસર બસ સ્ટેન્ડની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ભરૂચ ખાતે પીપીપી પ્રોજેક્ટ હેઠળ નવા અત્યાધુનિક બસ સ્ટેશન અને ડેપો વર્ક્શોપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લામાં સેલંબા બસ સ્ટેશનની કામગીરી પુર્ણ કરાય છે તેમજ કેવડીયા કોલોની ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Latest Stories