Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સંગીત સંધ્યા યોજાય, ભક્તિ સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના S&IC કમ્પાઉન્ડ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના S&IC કમ્પાઉન્ડ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના S&IC કમ્પાઉન્ડ ખાતે બ્રહ્મકુમારીઝના નયના દીદીના પ્રયત્નથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીકે હંસા દીદીએ ભક્તિના સૂર રેલાવ્યા હતા. સંગીત જીવનમાં અમૃત ધારા સમાન છે. સંગીત મનુષ્યને નવીન ઉર્જા, શાંત મન અને સ્થિર બુદ્ધિ પ્રદાન કરે છે. મનુષ્યની આજની આ ભાગદોડવાળી જિંદગીમાં માત્ર પ્રભુચરણ, શાંતિ તથા સુખ પ્રદાન કરી શકે છે. પ્રભુચરણને પામવાનો શ્રેષ્ઠ માર્ગ એ ભજન કીર્તન છે. તે માટે આ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી કૃપા દોશી, રાહુલ મોરી, રજની પટેલ, ભરત શાહ, ગોવિંદ મોટા સહિતના આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ભક્તિ સંગીતના તાલે ઝૂમી ઉઠી હતી.

Next Story