/connect-gujarat/media/post_banners/c70b8a5fed1d11f9739d5fafc8180e00666b60fe37e26c36f1f703dd7ed50ef0.jpg)
ભરૂચના બ્લાઈન્ડ એન્ડ ડીસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગ યુગલે પ્રભુતામા પગલા પાડયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
દિવ્યાંગ બાળકો આપણી જેમ સામાન્ય જીવન જીવી શકે એ માટે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર દ્વારા વધુ એક મુહીમ ઉપાડવામાં આવી છે જેમાં પુખ્ત વયના દીકરા દીકરીઓના લગ્ન કરાવવાનું પણ સેન્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે સૌથી પહેલા લગ્ન ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે સંપન્ન થયા હતા.તાલીમ આપનાર તેમજ બ્રેલ લીપી શીખવાડનાર યુસુફભાઈના લગ્ન યોજાયા હતા જેમાં સામાન્ય લોકોની જેમ જ એક રિસેપ્શન રાખીને ધામધૂમથી લગ્ન ઉજવવામાં આવ્યા હતા.આ જોઈને દિવ્યાંગ યુગલે ઘણી જ હર્ષની અને ખુશીની લાગણી અનુભવી હતી