/connect-gujarat/media/post_banners/9fc7062ad76fddf758d18df9195ff26eded092971b1ddb11f961b82ff61785f3.jpg)
શિયાળાની શરૂઆત થતાંની સાથે વાયરલ તેમજ અન્ય બિમારીઓના દર્દીઓ વધી રહયાં છે. ભરૂચમાં આર્યુવેદીક વિભાગ તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો...
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આર્યુવેદિક તથા હોમિયોપેથીક મફત નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. કલરવ સ્કુલ ખાતે આયોજીત કેમ્પમાં ડાયાબિટીસ, સ્ત્રીરોગ, ચામડીના રોગો, જૂની કબજિયાત, શ્વાસ, ખાંસી-શરદી, સાંધાના રોગો જેવા તમામ રોગોનું નિદાન કરી દર્દીઓને દવાઓ આપવામાં આવી હતી. આયુર્વેદિક ડૉક્ટર મનિષા વાઢીયા,ડૉક્ટર અનિલ વસાવા તેમજ ડૉક્ટર વસંત પ્રજાપતિ તેમજ હોમિયોપેથી ડોકટર કેતન પટેલ,ડૉક્ટર રૂપલ તલાટી અને ડૉક્ટર રોશની એન્જીનયરે સેવા આપી હતી.કેમ્પ ને સફળ બનાવવા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.