New Update
/connect-gujarat/media/post_banners/a75dda6a515d14790b4d50e1bee5abf074b20cd4c69d15dbb32cc85284a0fb17.webp)
ભરૂચ શહેરની શ્રી બી.એચ. મોદી વિદ્યામંદિર, વેજલપુર, ભરૂચ.ના આચાર્ય,શિક્ષણવિદ,સાહિત્યકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, ભારત સરકારના ક્ષેત્રીય ડાયરેક્ટર,ડો.સુનિલકુમારના હસ્તે ગાંધીનગર ખાતે સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં અખંડ ભારત રાષ્ટ્રીવાદી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવિણસિંહ સિંધાની ગાંધીનગરના જાણીતા સાહિત્યકાર ડો. ગુલાબચંદ પટેલની ઉપસ્થિતિમાં 15થી વધુ વિવિધ ક્ષેત્રોના સેવા કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓને સેવા રત્ના એવોર્ડ અને માનદ ડોક્ટરેટ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories