ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તલાટીની પરિક્ષાના ઉમેદવારોને ઠંડી છાશનું વિતરણ કરાયું

કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તલાટીની પરિક્ષાના ઉમેદવારોને ઠંડી છાશનું વિતરણ કરાયું

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભારત વિકાસ પરિષદની ભૃગુ ભૂમિ શાખા દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને ઠંડી છાશનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું આજ રોજ સમગ્ર રાજયમાં તલાટી કમ મંત્રીની ભરતી અંગે પરીક્ષા યોજાય હતી ત્યારે ભરૂચ જીલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા.

ભરૂચની જય અંબે ઇન્ટર નેશનલ સ્કૂલમાં પણ તલાટીની પરીક્ષાનું કેન્દ્ર હતું ત્યારે ભારત વિકાસ પરિષદ સંસ્થા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. 40 ડિગ્રી તાપમાનમાં ઉમેદવારોએ ઠંડી છાશની મજા માણી પરીક્ષા આપી હતી.

Latest Stories