ભારત વિકાસ પરિષદ તેના પાયાના પાંચ સૂત્રો પર સંપર્ક, સહયોગ, સંસ્કાર ,સેવા ,સમર્પણ પર આધારિત છે. સેવા અને સંસ્કારલક્ષી કાર્ય અવિરત ચાલતા જ હોય છે આવુ જ એક સંસ્કારલક્ષી કાર્ય એટલે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા.
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા તારીખ 17 જુલાઇ અને સોમવારના રોજ ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે સવારે 9 કલાકે સમૂહ ગાન સ્પર્ધા યોજાશે જેમાં ભરૂચની નારાયરણ વિદ્યાવિહાર,જય અંબે ઇન્ટરનેશન સ્કૂલ,પ્રાર્થના વિદ્યાલય સહિત વિવિધ શાળાના બાળકો ભાગ લેશે.
આ પ્રસંગે પ્રાંત પ્રતિનિધિ-પ્રચાર પ્રસાર સંયોજક યોગેશ પારિક, ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર, કાર્યક્રમના સંયોજક ડો.મહેશ ઠાકર,મહામંત્રી કે.આર.જોશી સહિતના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહેશે.