ભરૂચ : પાણીના પર્યાપ્ત સ્ત્રોતનો સદઉપયોગ કરો, ભારત વિકાસ પરિષદે ઉજવ્યો જળ દિવસ

ભારત વિકાસ પરીષદની ભુગૃભુમિ શાખા તથા દહેજની ભારત રસાયણ કંપનીના સંયુકત ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચ : પાણીના પર્યાપ્ત સ્ત્રોતનો સદઉપયોગ કરો, ભારત વિકાસ પરિષદે ઉજવ્યો જળ દિવસ
New Update

સાંપ્રત સમયમાં વિશ્વમાં વિવિધ સ્થળોએ પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ સર દહેજમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત વિકાસ પરીષદની ભુગૃભુમિ શાખા તથા દહેજની ભારત રસાયણ કંપનીના સંયુકત ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.. ઔદ્યોગિકરણની સાથે સાથે જળ પ્રદુષિત થઇ રહયાં છે.

નદી, નાળા, તળાવોમાં જળ ઘટી રહયાં છે અથવા તો દુષિત થઇ રહયાં છે... લોકો પાણીની બચત કરે અને પર્યાવરણનું સંવર્ધન કરે તે માટે જાગૃત કરવા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ પાણીની સમસ્યાને ઉજાગર કરવા માટે ભારત વિકાસ પરિષદ પણ આ કાર્યમાં સહભાગી બન્યું છે. ભારત વિકાસ પરિષદની વાત કરવામાં આવે તો સેવા અને સંસ્કારની ભાવના સાથે સંસ્થા સેવાકાર્ય કરી રહી છે.

કોરોના માહમારી ના કારણે લાગેલા લોકડાઉનથી પ્રદૂષણનું પ્રમાણ ઘટતા શહેર અને ગામોમાં જળ સ્થરમાં સુધારા સાથે કુદરતી વાતાવરણમાં શુદ્ધતા જોવા મળી હતી. પરંતુ ફરીથી જળ પ્રદુષિત થવા લાગ્યાં છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના પુર્વ કુલપતિ પ્રેમ શારદાએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે પાણીના પર્યાપ્ત સ્ત્રોતનો કરકસરથી ઉપયોગ કરવો પડશે.

ભારત રસાયણ કંપનીના યુનિટ હેડ અજય ગુપ્તાએ વિશ્વ જળ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે સંસ્થાઓ તથા લોકોનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં પાણીની બચત અને સંચય અંગે યોગ્ય પગલા ભરવામાં આવશે તથા જન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ખાતરી તેમણે આપી. આ પ્રસંગે નર્મદા કોલેજના પુર્વ પ્રાધ્યાપક ડૉ. ભાસ્કર રાવલ, ભારત વિકાસ પરીષદની ભુગૃભુમિ શાખાના પ્રમુખ સુનિલ ભટ્ટ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી રણજીત ચૌધરી, એસવીએનઆઇટી કોલેજના પ્રોફેસર કે.ડી.યાદવ, જાણીતા સીએ સાગરમલ પારીક તેમજ કનુભાઇ ભરવાડ સહિતના મહેમાનો અને કંપનીનો સ્ટાફ તથા ભારત વિકાસ પરિષદના સભ્યો હાજર રહયાં હતાં..

#Bharuch #ConnectGujarat #ભારત વિકાસ પરીષદ #Bharat Vikash Parishad #Bharat Chemical Company #Water Day #World Water Day #વિશ્વ જળ દિવસ #ભારત રસાયણ કંપની
Here are a few more articles:
Read the Next Article