Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ભરૂચ વાલ્મિકી સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાય, સમાજના યુવાઓ જોડાયા...

આ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મિકી સમાજના ખેલાડીઓ પૂરતી જ રમાડવામાં આવે છે.

X

આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ભરૂચ વાલ્મિકી સમાજના અગ્રણી ધર્મેશ સોલંકી દ્વારા વાલ્મિકી સમાજના ખેલાડીઓની 4 ટીમ બનાવી ભરૂચ વાલ્મિકી સમાજ પ્રીમિયર લીગનો ભરૂચ એસપી ઓફિસના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવમાં આવે છે.

આ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મિકી સમાજના ખેલાડીઓ પૂરતી જ રમાડવામાં આવે છે. 20 ઓવરની આ ટુર્નામેન્ટ મેચીસ બોલથી રમવામાં આવે છે. વિજય વોરિયર્સ, જવાહર ઇલેવન, સુભાષ ઇલેવન અને ફેની ઇલેવન એમ 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. જોકે, ફાઈનલ મેચ વિજય વોરિયર્સ અને ફેની ઇલેવન વચ્ચે રમાય હતી.

જેમાં વિજય વોરિયર્સ ટીમનો 7 રને વિજય થયો હતો. આ સાથે જ ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ તરફથી ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વાલ્મિકી સમાજના અગ્રણી કિરણ સોલંકી, ધર્મેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story