/connect-gujarat/media/post_banners/54d28dc66820f7491604427179c492e74dba00710915ff205c2adeba0927a246.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગેવાનોએ એકમેકને રંગ લગાડી રંગોના પર્વની ઉજવણી કરી હતી.
અસત્ય પર સત્યની જીતના પર્વ હોળી બાદ ઉજવાતો તહેવાર એટ્લે ધૂળેટી. ધૂળેટીના પર્વની આબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ ઉજવણી કરતાં હોય છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,નાગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા તેઓએ એકમેકને રંગ લગાડી રંગોના પર્વની ઉજવણી કરી હતી