/connect-gujarat/media/post_banners/6de4cfd781b4df9f7b8a674f1b644e917d972d01237b61c4657f33a64c113d83.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરિજનોને પક્ષીઓ માટે કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દિન પ્રતિદિન તડકો વધતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ બજારો અને શેરીઓમાં સુનકાર ભાસી રહ્યો છે.
કાળઝાળ ગરમીમાં પંખીઓને જરૂરિયાત એવા પીવાના પાણી માટે અહિં તહીં વિહરતા જોવા મળે છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સામાજિક પખવાડિયાના ભાગરૂપે શક્તિનાથ ખાતે નલ સે જલ યોજના અંતર્ગત શહેરીજનોને પક્ષીઓના પીવાના પાણી માટેના કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નિનબા યાદવ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ અને નિશાંત મોદી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.