Connect Gujarat
ભરૂચ

ભરૂચ : “ગાવ ચલો” અભિયાન અંતર્ગત જંબુસર સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા બેઠક યોજાય...

ગાવ ચલો અભિયાન અંતર્ગત પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય

X

જંબુસર નગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરાયું આયોજન

શહેર ભાજપ દ્વારા પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન થયું

“ગાવ ચલો” અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું

નર્મદા જિલ્લા પ્રભારી કમલેશ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

આગામી ચૂંટણીને લઇને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી. આગામી ચૂંટણીને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. આગામી તા. 11 અને 12 ફેબ્રુઆરીના રોજ જંબુસર શહેરી વિસ્તારમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત બૂથ લેવલે કામગીરી કરવામાં આવનાર છે.

જે અંગે સંયોજક, પ્રવાસી કાર્યકર્તાઓએ શું કામગીરી કરવી, કેવી રીતે કાર્ય કરવું તે અંગે ઉપસ્થિતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓ તથા લાભાર્થીઓનો પરિચય કેળવવો, બુથ વિસ્તારમાં ઘરે ઘરે સંપર્ક કરવો, લોકોને નમો તથા સરલ એપ ડાઉનલોડ કરાવવી, આ સહિત જનતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા અને પાર્ટીના કાર્યને વેગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મંત્રી કૃપા દોશી, મનન પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિષા શાહ, ઉપપ્રમુખ સુરેશ ખારવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story