/connect-gujarat/media/post_banners/176c18beb3eb4680a3dedc6541188e25a169ce78070585058e606e0fbb8062ed.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા “કમળ” અને “એક બાર ફિર મોદી સરકાર”ના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ થકી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા-2024ની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ આ કેમ્પેઇનની શરૂઆત થઇ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એસજી હાઇવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે. ભીંત પર કમળનું ચિત્ર અને ફીર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભરૂચ કલેક્ટર કચેરી નજીક દીવાલ પર “કમળ” અને “ફીર એક બાર મોદી સરકાર”ના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકી તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.