/connect-gujarat/media/post_banners/434186e663d72e53a13c92571f20178989f6feec4dc2c05c588e7f7635047781.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ ગામે સ્વામીનારાયણ સ્કૂલ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તરફથી ગૌરીવ્રત કરતી બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ ગામ સ્થિત સ્વામીનારાયણ સ્કૂલ ખાતે ગૌરીવ્રત નિમિતે ભાજપ મહિલા મોરચા દ્વારા કુંવારીકાઓ માટે આરતી શણગાર સ્પર્ધા તેમજ મિસ ગોરમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમોદ નગરની ગૌરીવ્રત કરતી કુંવારીકાઓએ ભાગ લીધો હતો. ગૌરીવ્રત કરતી કુંવારીકાઓ દ્વારા ગોરમાં તેમજ આરતીના થાળને ને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. આરતી શણગાર અને મિસ ગોરમાં સ્પર્ધામાં 1થી 3 નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકોને મહિલા મોરચાની બહેનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધા માટે આમોદ શહેર ભાજપ પ્રમુખ અને દાતા મહેશ શાહ દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી કૃપા દોષી, ઊર્મિલા પઢીયાર, આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ ઉષા પટેલ, મહિલા મોરચા પ્રમુખ વૈશાલી મોદી, નગરસેવક જલ્પા પટેલ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.