/connect-gujarat/media/post_banners/fb6c7e2485cd2de78cf92a1a59c187f5c5200f620a05dc6891ef56b3e4f86dca.jpg)
આમોદ નગરપાલિકામાં વર્ષો બાદ મળેલી સત્તા ભાજપે ગુમાવી દીધી છે. 24 બેઠકો ધરાવતી નગરપાલિકામાં ભાજપના 14 અને અપક્ષના 10 સભ્યો વિજેતા બન્યાં હતાં. ભાજપના મોવડી મંડળે પ્રમુખ તરીકે મહેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલની પસંદગી કરી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી સામે ખુદ ભાજપના સભ્યોમાં જ નારાજગી હતી. ભાજપના અસંતુષ્ટ તથા અપક્ષના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યાં હતાં. ગુરૂવારના રોજ મળેલી સામાન્યસભામાં અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરાવવામાં આવ્યું હતું જેમાં દરખાસ્તની તરફેણમાં 17 સભ્યોએ મતદાન કર્યું હતું. અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાંની સાથે જ પાલિકામાં ભાજપના શાસનનો અંત આવી ગયો છે.
આમોદ પાલિકાની ખાસ સામાન્ય સભામાં ભાજપના જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ તથા આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. ફતેસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમારા સભ્યોમાં સંકલન અને અસંતોષના અભાવનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. અમારી પાર્ટીના સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હોવા છતાં સાત સભ્યોને વ્હીપનું પાલન કર્યું નથી હવે તેમની સામે કાર્યવાહી કરાશે.