Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લોકસભા બેઠક પર ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ, 10થી વધુ દાવેદારો

ભરૂચ લોકસભા બેઠક પર મુરતિયો નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં 10થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી.

X

ભરૂચ લોકસભા બેઠક પર મુરતિયો નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં 10થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી.

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ભાજપે પણ ઉમેદવાર નકકી કરવા માટે સોમવારે સેન્સની પક્રિયા હાથ ધરી હતી. કોલેજ રોડ પર આવેલાં મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સુરતના પૂર્વ મેયર અસ્મિતા શિરોયા નિરિક્ષક તરીકે આવ્યાં હતાં. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી 150થી વધારે આગેવાનો કાર્યાલય ખાતે આવ્યાં હતાં. કેટલાક પોતે ચૂંટણી લડવા માટે ઇચ્છુક હતાં તો કેટલાક તેમના ટેકેદારો હતાં. 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર માત્ર ચાર દાવેદાર હતાં તેની સરખામણીએ 2024માં દાવેદારોની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષે વર્તમાન સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કિરણ મકવાણા, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, અગ્રણી શંકર વસાવા, ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઇ અને ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડૉ. જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી છે. પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષક ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીની રણનિતિ મુજબ સેન્સ લેવામાં આવી રહયાં છે.

Next Story