ભરૂચ: વાગરાના વિવિધ ગામોમાંથી ભાજપના કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા, ખેસ પહેરાવી અપાયો આવકાર

ભરૂચ જીલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો, ભાજપ અને કોંગ્રેસ આમને સામને, વાગરા ભાજપમાંથી અનેક કાર્યકરો જોડાયા ભાજપમાં

ભરૂચ: વાગરાના વિવિધ ગામોમાંથી ભાજપના કાર્યકરો  કૉંગ્રેસમાં જોડાયા, ખેસ પહેરાવી અપાયો આવકાર
New Update

ભરૂચની વાગરા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ગામોના ભાજપના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ગયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી ભાજપના કાર્યકરો કૉંગ્રેસમા જોડાયા હતાં.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણાએ કૉંગ્રેસ તૂટી નથી રહી પણ મજબૂત થઈ રહી હોવાનો દાવો કર્યો હતો.વિધાન સભાની ચૂંટણી પુર્વે રાજકીય પક્ષોમા કુદાકુદ જોવા મળી રહી છે.ભરુચ ખાતે કૉંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો તો બીજી બાજુ વાગરાના વહિયાલ ખાતે ભાજપના કાર્યકરોએ કૉંગ્રેસનો હાથ પકડતા કોંગી જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ કૉંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ભરુચ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણાએ ભાજપના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાયા હોવાનું કહેવા સાથે આગામી દિવસોમા જિલ્લામાથી ભાજપના 1 હજારથી વધુ કાર્યકરો કૉંગ્રેસમા જોડાનાર હોવાનો દાવો રજૂ કર્યો હતો               

#Bharuch #Gujarat #ConnectGujarat #BJP #Bjp Workers #Wagra #Join Congress
Here are a few more articles:
Read the Next Article