Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપ દ્વારા દિવાળીના પર્વ પર જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પાથરવાનો પ્રયાસ

નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપ્પીનેસ કીટનું વિતરણ કરવાનુ આયોજન ભરૂચ જીલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને હેપ્પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે કોરોના નહિવત થતા તમામ તહેવારો અને ઉત્સવો ધામધૂમથી ઉજવણી કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં ભાજપ પણ સહયોગ આપી જરૂરિયાતમંદ લોકોને હેપ્પીનેસ કીટનું વિતરણ કરી તેઓની ખુશીઓમાં સહભાગી બન્યા છે.જેમાં ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયત પાસે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમા નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપ્પીનેસ કીટનું વિતરણ કરવાનુ આયોજન ભરૂચ જીલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં જરૂરિયાતમંદ પરિવારના જીવનમાં દિવાળી ટાણે અંધારું પથરાયું હતું તેવા જરૂરિયાતમંદ લોકોના ચહેરા સ્મિત પથરાય અને દિવાળી પર્વ શાંતિથી અને ધૂમધામ પૂર્વક મનાવી શકે તે માટે મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવતા જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા,યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story