New Update
/connect-gujarat/media/post_banners/149497c0eea58e507ff81dad076161d59d6edf119ab20e0d4efadbe05fafdf89.webp)
ભરૂચના વાગરા તાલુકાના અરગામાં ચોકડી નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના વાગરાના અરગામા ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં કોઈ અજાણ્યા ઇસમનો મૃતદેહ હોવાની માહિતી મળતા વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી 35 વર્ષીય ઈસમનો મૃતદેહ પડેલ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી PM કરાવા સાથે મરણ જનાર ઈસમ કોણ છે.? ક્યાંનો છે, કયા કારણોસર મોત નિપજ્યું છે.? તે દિશામાં તપાસ શરૂ કરી છે.