ભરૂચ : આમોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું

New Update
ભરૂચ : આમોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના આમોદના તિલક મેદાન ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ ગામ સ્થિત તિલક મેદાન ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા બરફનું શિવલિંગ બનાવવામાં આવતા નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો.

બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરજનો સાથે ધારાસભ્યએ ભગવાન શિવની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. શિવ અવતરણ દિવસ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. આ સાથે જ નગરજનોને બરફના શિવલિંગના દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ-કરજણ કેન્દ્રના સંચાલિકા દીપિકા દીદી, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.

Latest Stories