ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા છાશનું કરાયુ વિતરણ

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમ વાળુ કામ કરતા હોય છે

ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા છાશનું કરાયુ વિતરણ
New Update

ભરૂચના રિટાયર્ડ પોલીસકર્મીઓના સેકન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા ઉનાળાની આકરી ગરમી વચ્ચે શ્રમજીવીઓને રાહત મળે એ હેતુથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ શાળા દ્વારા બાળકો કાર્બોહાઇડ્રેટ ડ્રિંક્સ છોડી પરંપરાગત પીણાનું સેવન કરે એ માટે પ્રયાસ કરાયો હતો

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમ વાળુ કામ કરતા હોય છે ત્યારે શ્રમજીવીઓને ગરમીથી રાહત મળે એ માટે ભરૂચના રિટાયર્ડ પોલીસકર્મીઓનું સેકેન્ડ ઇનિંગ ગ્રુપ અને જાણીતી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ આગળ આવી છે.બન્ને સંસ્થાએ સંયુક્ત પ્રયાસ થકી શહેરના તુલસીધામ વિસ્તારમાં શ્રમજીવીઓને ઠંડી છાશનું વિતરણ કરી સેવા કાર્ય કર્યું હતું જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા.પોતાનું સમગ્ર જીવન લોકોની સેવા માટે અર્પણ કરનાર નિવૃત્ત પોલીસકર્મીઓએ નિવૃત્તિ બાદ પણ તેમનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો છે.

આ અંગે સેકેન્ડ ઇનિંગ ગ્રુપના પ્રદીપ મોંઘે એ જણાવ્યું હતું કે તેમના ગ્રુપ દ્વારા આ અગાઉ પણ વિવિધ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે અને આજે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સેવાનું વધુ એક કાર્ય કરવામાં આવ્યું છે

તો આ તરફ જય અંબે ઇન્ટરનેશનલ શાળાના આચાર્ય રેખા શેલકેએ જણાવ્યું હતું કે આજના જમાનામાં લોકો કાર્બોહાઇડ્રેટ પીણા તરફ વળ્યા છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ત્યારે આપણા પરંપરાગત પીણા છાશ, લીંબુ સરબત અને કોકમના જયુશનું સેવન કરવું જોઈએ.સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ દ્વારા શ્રમજીવીઓ માટે છાશનું વિતરણ કરી સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે

નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ ગ્રુપના સભ્યો દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની પણ મુલાકત લેવામાં આવી હતી. આ સાથે જ શાળામાં છાશ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો કાર્બોહાઇડ્રેટ ડ્રીંકનું સેવન બંધ કરે અને પરંપરાગત પીણાનું સેવન કરે એવી સમજણ આપવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા છાશના ગ્લાસનું દ્રશ્ય તૈયાર કરાયુ હતું જેના થકી લોકોમાં આ અંગેની જાગૃતતા આવે એવા પ્રયાસ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી યોગેશ પારિકે ભરૂચના રિટાયર્ડ પોલીસકર્મીઓના સેકન્ડ ઇનિંગ્સ ગ્રુપ તેમજ શાળાના આચાર્ય રેખા શેલકે અને વિદ્યાર્થીઓને સેવાકાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Buttermilk #distributed #Second Innings Group #Retired Policemen #Jai Ambe International School #જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ
Here are a few more articles:
Read the Next Article