ભરૂચ : મમતા બેનરજી વિરુદ્ધ ભાજપમાં ઉકળતો ચરુ, ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્યું પૂતળાનું દહન, જાણો સમગ્ર મામલો..!

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : મમતા બેનરજી વિરુદ્ધ ભાજપમાં ઉકળતો ચરુ, ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્યું પૂતળાનું દહન, જાણો સમગ્ર મામલો..!

પશ્ચિમ બંગાળ હાઇકોર્ટ દ્વારા મમતા સરકારના ઓબીસી અનામતના મુદ્દે આપેલા ચુકાદા સામે મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરવા સાથે મુસ્લિમ અનામત માટેના આપેલ નિવેદન વિરુદ્ધ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ઓબીસી અનામત સામે હાઇકોર્ટના આદેશ બાદ આ મુદ્દે સુપ્રીમમાં જવાની વાત મમતા બેનરજીએ કરી મુસ્લિમ અનામતનો રાગ પણ આલાપતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

જે અંતરંગ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન વેળા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories