ભરૂચ : HIV થી પીડીત બાળકો ધખાવશે શિક્ષણની જયોત, અભ્યાસ માટે અપાઇ શૈક્ષણિક કીટ

ભરૂચમાં એચઆઇવીથી પીડીત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે રીલાયન્સ કંપની તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રોટરી કલબના હોલ ખાતે યોજવામાં આવ્યો

ભરૂચ : HIV થી પીડીત બાળકો ધખાવશે શિક્ષણની જયોત, અભ્યાસ માટે અપાઇ શૈક્ષણિક કીટ
New Update

ભરૂચમાં એચઆઇવીથી પીડીત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે રીલાયન્સ કંપની તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રોટરી કલબના હોલ ખાતે યોજવામાં આવ્યો.....

ભરૂચમાં એચઆઇવીથી પીડીત લોકો પણ સામાન્ય જીવન જીવી શકે તે માટે ભરૂચ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચઆઇવી એઇડસ સંગઠન કાર્યરત છે. આ સંસ્થાના વિહાન પ્રોજેકટમાં 1548 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થઇ ચુકયું છે. એચઆઇવી થી પીડાતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે દહેજની રીલાયન્સ કંપની તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. રોટરી કલબ ઓફ ભરૂચના હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નિમિષા પટેલ સહિતના આમંત્રિત મહેમાનો હાજર રહયાં હતાં. કાર્યક્રમના પ્રારંભે એચઆઇવીની બીમારીથી પીડિત જે લોકો મૃત્યુ પામ્યા તેમના માટે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

#Connect Gujarat #BeyondJustNews #Education #Bharuch News #study #HIV #donate #Educational kit #HIV Childrens
Here are a few more articles:
Read the Next Article