ભરૂચ : ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય...

ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજી ગુડ ફ્રાયડેની ઉજવણી કરી હતી.

ભરૂચ : ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય...
New Update

ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજી ગુડ ફ્રાયડેની ઉજવણી કરી હતી.

ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવાર જેને ઈશુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે, પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસના પગલે ખ્રિસ્તી સમાજના લોકો વ્રત રાખી ચર્ચામાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાંક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતાં હોય છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલ એબેન એઝેર મેથોડીસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ ચર્ચ, બંબાખાના સી.એન.આઈ. ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરી ગુડ ફ્રાયડેની ઉજવણી કરી હતી.

#Gujarat #CGNews #BHaruch. Christian Samaj #conducts #prayer #churches #Good Friday
Here are a few more articles:
Read the Next Article