ભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો

રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે

New Update
ભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો

રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે. મંત્રીના આ દાવાને કોંગ્રેસે ખોટો ગણાવ્યો છે. ભરૂચ જીલ્લામાં જન આશીર્વાદ યાત્રા માટે રાજ્યના કેબીનેટ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ૮૦% રોડ-રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ થવા આવ્યું છે. ભરૂચ જીલ્લાના ૬૦૦ જેટલા રોડ ખરાબ હોવાની ફરિયાદ મળી હતી જેમાં હવે માત્ર ૨૦% જ કામ બાકી છે.

મંત્રીના દાવા સામે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ દાવો કર્યો હતો કે ભરૂચ શહેર અને જીલ્લાની જનતા પક્ષધારી સત્તાના જુઠાણાને ઓળખી ગઈ છે. ભરૂચમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યાં હતાં ત્યારે મુખ્યમંત્રી જયાંથી પસાર થવાના હતાં તે રૂટ પર રસ્તાઓ પરના ખાડાઓ પુરી દીધાં હતાં. મુખ્યમંત્રીના ગયા બાદ પણ વોર્ડ નંબર ૧ થી ૧૧ ના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરી પેચવર્ક કરવા માટે તાકીદ તો કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Latest Stories