/connect-gujarat/media/post_banners/a58d49712c1bd3fa18bd78701a1284a46d68f363ef7cbe5ab142f4a49cca3861.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા વાર્ષિક ઉત્સવના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ બ્લડ બેન્કમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા મહત્તમ રક્તદાન થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેન્ક આત્મનિર્ભર બને ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરત સમયે રક્ત ઉપલબ્ધ કરાવી શકે તેવા આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશ સી. શાહ, ડોક્ટર ગોપિકા મિથ્યાના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તદુપરાંત તા. 30 અને 31 તારીખે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોટ ઇવેન્ટનું એસપી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.