Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા પોલીસની સરાહનીય કામગીરી, પતંગની દોરીથી બચવા લોકોને વિનામુલ્યે સેફ્ટી સ્ટેન્ડનું વિતરણ કર્યું...

X

વાગરામાં ઉત્તરાયણ તહેવારને લઈ પોલીસનું સેવાકાર્ય

ટુ-વ્હીલર ચાલકોને વિનામુલ્યે વિતરણ કર્યા સેફ્ટી સ્ટેન્ડ

ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા પોલીસની અપીલ

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં ઉત્તરાયણ પર્વને લઇ પતંગની દોરીથી બચવા માટેના સેફટી સ્ટેન્ડનું વાગરા પોલીસ દ્વારા લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

દર વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલા પતંગના ધારદાર દોરીથી વાહન ચાલકોના ગળા કપાતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેને પગલે ટુ-વ્હીલર ચાલકોને રક્ષણ મળે તે માટે કેટલાક વાહન ચાલકો જાહેર માર્ગની બાજુમાં વેચાતા મળતા સેફટી સ્ટેન્ડ વાહન ઉપર લગાવતા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં જાગૃતિ આવતા ઉત્તરાયણ પર્વ પહેલા ટુવ્હીલર ચાલકો સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે. હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાગરા પંથકમાં પતંગની દોરીથી બચવા માટેના સેફટી સ્ટેન્ડનું વાગરા પોલીસ દ્વારા લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉતરાયણ પર્વે લોકોને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં અનુરોધ કરાયો છે

Next Story