ભરૂચ : કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા જંબુસર એસટી ડેપો ખાતે મુસાફરોનો હોબાળો

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા મામલો ગરમાયો હતો.

New Update
ભરૂચ : કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા જંબુસર એસટી ડેપો ખાતે મુસાફરોનો હોબાળો

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા મામલો ગરમાયો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતેથી કાવલી અને જંબુસર વચ્ચે દોડતી એસટી બસને ઉબેર ગામ તરફ વાયા દોડાવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે એસટી બસમાં વધુ પેસેન્જર હોવાના કારણે ઉબેર ગામના ગ્રામજનોએ એસટી બસને રોકી વિરોધ નોંધાવ્યો હતો. બનાવના પગલે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને કાવલી ગામના આગેવાનો જંબુસર એસટી ડેપો ખાતે દોડી આવ્યા હતા. બસમાં સવાર રહેલા પેસેન્જરોને ઉબેર ગામના પેસેન્જરો મારવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે વાયા ઉબેર ગામે એસટી બસનો વધારાનો રૂટ રદ્દ કરી ડેપો મેનેજરે મીની બસની જગ્યાએ મોટી બસ ફાળવી આપતા મામલો થાળે પડ્યો હતો.

Latest Stories