/connect-gujarat/media/post_banners/788a9cc1e10de45d3f9ea42d6f62d1ade22aa8c5091ad11b8e5c0b49167ad0a1.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રૂરલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાની કુલ 35 શાળાઓમાથી નેત્રંગ તાલુકાની 18 જેટલી પ્રાથમિક શાળાઓમાં 30 જેટલા સ્વયંસેવકોના સહોયોગથી ધોરણ 3થી 8ના બાળકોમાં સામાજિક, ભાવનાત્મક, રચનાતમ્ક, બૌદ્ધિક અને શારીરિક, વિકાસના ઉદૈશથી ઉનાળા વેકેશન દરમિયાન સમર કેમ્પમાં વિવિધ પ્રવ્રુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં અઠવાડિયા પ્રમાણે એક્ટિવિટીઓ કરવામાં આવી હતી. જેમાં પહેલા અઠવાડિયામાં ચિત્ર સ્પર્ધા, બીજા અઠવાડિયામાં વાર્તા સ્પર્ધા, ત્રીજા અઠવાડિયામાં વિજ્ઞાન લગતી સ્પર્ધા જેમ કે, બાળકો દ્વારા વિજ્ઞાન મૉડેલોની સ્પર્ધા અને મહિના છેલ્લા અઠવાડિયામાં નાટક સ્પર્ધા કરવામાં આવી હતી.
આ સમર કેમ્પના સમાપન કાર્યક્રમ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ કરવા આવી હતી. જેમ કે, સ્વાગત ડાન્સ, નાટક, વાર્તા કથન અને વિવિધ ક્રુતીઓનુ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું. આ સમર કેમ્પમા કુલ 1620 જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધાત્મક પ્રવ્રુતિઓ ઉત્સહાપૂર્ણ રીતે ભાગ લીધો હતો. જેમાં ધોરણ-3થી 5 મા કન્યા ૮૧૦ અને કુમાર ૮૧૦ , સાથે ધોરણ 6થી 8માં કુમાર 810 અને કન્યા 810 બાળકોને 1થી 3 નંબર આપવામાં આવ્યા હતા. પહેલા નંબર મેળવેલ બાળકોને ટિફિન બૉક્સ, બીજા નંબર મેળવેલ બાળકોને કંપાસ બોક્સ અને ત્રીજા નંબર મેળવેલ બાળકોને રાઇટીંગ પેડ જેવા ઈનામનું મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકાના બી.આર.સી કૉઓડીનેટ્ર હિરેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવા, કે.જી.બી શાળાના આચાર્ય પ્રિયંકાબેન, ઉમરખડા હાઇસ્કુલના આચાર્ય રૂપેશ રજવાડી અને ગામના તમામ સરપંચ સહિત વાલીઓની ઉપસ્થિતીમાં બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.