ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભરૂચ અને અંકલેશ્વરમાં કોંગ્રેસના દક્ષિણ ઝોનના સહ પ્રભારીની હાજરીમાં અગત્યની બેઠક મળી હતી.
ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના એ.આઈ.સી.સી.ના સહ પ્રભારી બી.એમ.સંદીપજીની હાજરીમાં ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર મીટીંગોનો દોર શરુ કરવામાં આવ્યો છે વિધાનસભાની ચુંટણીના ભણકારા વચ્ચે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે મીટીંગ મળી હતી જેમાં વાગરા વિધાનસભા મત વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મીટીંગમાં એ.આઈ.સી.સીના સભ્ય સોનલ પટેલ,આકાશ ભાટિયા,પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને માનસિંહ ડોડીયા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આવી જ રીતે અંકલેશ્વરમાં આવેલ રમણમુળજીની વાડી ખાતે મીટીંગ મળી હતી જે મીટીંગમાં અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બેઠક કેવી રીતે જીતવી તે અંગે ચર્ચા કરાઈ હતી.