Connect Gujarat
ભરૂચ

ભરૂચ:કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રાયોટિંગ અને હત્યાની કોશિશના ગુનામાં હતા વોન્ટેડ

સુલેમાન પટેલના કહેવાથી પુર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કારમાં હથીયાર લઇ ધસી આવેલા અને ફરીયાદી તથા અન્ય ઇસમોને માર મારવામાં આવ્યો હતો..

X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલની ધરપકડ

રાયોટિંગ અને હત્યાની કોશિશના ગુનામાં હતા વોન્ટેડ

દહેજના જોલવા ગામે થઈ હતી મારામારી

નવરાત્રી દરમ્યાન બન્યો હતો મારામારીનો બનાવ

નવરાત્રી દરમ્યાન જોલવા ગામે રાયોટીંગ વીથ હત્યાની કોશીષનો ગુનો બન્યો હતો.આ ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલને વડોદરાની હોટલમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓક્ટોબર ૨૦૨૩માં વાગરા તાલુકાના જોલવા ગામે આરીફ હુસેન તેમના ત્રણ મિત્રો સાથે અગાઉના બનેલ બનાવની વાતચીત કરતા હતા દરમ્યાન પાંચ ઈસમો જોલવા ગામના સુલેમાન પટેલના કહેવાથી પુર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કારમાં હથીયાર લઇ ધસી આવેલા અને ફરીયાદી તથા અન્ય ઇસમોને માર મારવામાં આવ્યો હતો..

આ બનાવ અંગે દહેજ પોલીસ મથકે રાયોટિંગ તેમજ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી આ બનાવ બાદ કોંગ્રેસનાં આગેવાન સુલેમાન પટેલ ફરાર હતા. આ બાબતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે સુલેમાન પટેલ વડોદરાની હોટલમાં સંતાયા છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી.પોલીસ ધરપકડથી બચવા સુલેમાન પટેલ સૌરાષ્ટ્ર,મહારાષ્ટ્ર અને કુલુ મનાલી સહિતની જગ્યાઓ પર નાસતા ફરતા હોવાનું બહાર આવ્યું છે..

Next Story