ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે પંજાબી ગેંગના 6 સાગરીતોની કરી ધરપકડ, ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કોપર કેબલની કરતા હતા ચોરી

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી ૪૫ લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના 6 સાગરીતોને 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે પંજાબી ગેંગના 6 સાગરીતોની કરી ધરપકડ, ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કોપર કેબલની કરતા હતા ચોરી

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી ૪૫ લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના 6 સાગરીતોને 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં છે.તે દરમિયાન જૂન-જુલાઇ માસમાં ભરુચ તાલુકાનાં થામ અને મનુબર ગામની વચ્ચેથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની અજાણ્યા ચોર ઇસમો દ્વારા કુલ ૪૫ લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ભરુચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી આ વાયરો ચોરીની ઘટનાને ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલ.સી.બી.અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા સુચના આપી હતી.જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરીતો ભરૂચથી દહેજ જતાં રોડ પરથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે ઉભા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ત્રણેય શકમંદ ઇસમોને એક લોખંડના કટર સાથે ઝડપી પાડી પાડી તેઓની પૂછપરછ કરતાં આરોપીઓ ભાંગી પડ્યા હતા જેઓએ પોતે મુળ પંજાબના ચારેય ઇસમો ભરૂચમાં ધંધા અર્થે બે-ત્રણ મહીનાથી આવેલા હતા અને ચારેય ઇસમો નેશનલ હાઇવે ઉપર ગુરૂદ્વારા ખાતે મળ્યા હતા તે સમયે નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક પરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું જેથી રેકી કરી બાદમાં વાયરો વજનના હોવાથી વાહનની વ્યવસ્થા માટે સ્થાનિક વ્યક્તિની જરૂર હોય મોના પાર્કમાં રહેતો મિન્હાજ પંજાબી ગેંગમાં સામેલ કરી પાંચેય ઇસમોએ પ્રથમ રાત્રીએ સ્વિફ્ટ ગાડીમાં અને સળંગ બીજી જ રાત્રીએ અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરી બ્રેજા ગાડીમાં ચોરી વાયરોની ચોરી કરી હતી જે બાદ ત્રીજી વાર પણ ઇનોવા ગાડી લઇ ચોરી કરવા ગયા હતા પણ રેલ્વેના બંને તરફથી એન્જીનો પરીક્ષણ અર્થે આવતા જણાતા કાપેલ કેબલ આજુબાજુમાં ભરેલ પાણીમાં ફેંકી રવાના થઇ ગયેલ અને ચોરીના કેબલો સુરેશ મારવાડી મારફતે અંકલેશ્વરમાં વેચાણ કર્યા હોવાનું કબૂલાત કરી હતી પોલીસે ચોરીના કેબલ વાયરો ખરીદી કરનારને મળી 6 સાગરીતોને ૧૨૦ કીલો વાયરો સાથે પીકઅપ મળી કુલ 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો 

Latest Stories