ભરૂચ : કીશનાડ ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 8 ઇસમો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા...

ભરૂચ જિલ્લાના કીશનાડ ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા 8 જેટલા ઇસમોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

New Update

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભરૂચ તાલુકાના કિશનાડ ગામ ખાતે નર્મદા કેનાલ નજીક આવેલા ફાર્મ હાઉસના મકાનમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીવાળા સ્થળે દરોડા પાડી 8 જેટલા ઈસમોની અટકાયત કરી હતી. ભરૂચ તાલુકાના કિશનાડ ગામે ફાર્મ હાઉસમાં રોકડા રૂપિયા લઈ પ્લાસ્ટિકના કોઈન વડે ગંજીફાના પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા કુલ 8 જેટલા જુગારીઓને ૧,૬૬,૪૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટનો માહોલ છવાયો હતો.

Latest Stories